23,710
edits
No edit summary |
No edit summary |
||
| Line 7: | Line 7: | ||
[[File:Dubakikhor by Raish Maniyar - Book Cover.jpg|200px|left]] | [[File:Dubakikhor by Raish Maniyar - Book Cover.jpg|200px|left]] | ||
કુલ બાર જેટલી વાર્તાઓનો સમાવેશ આ સંગ્રહમાં થયો છે (૧. ડૂબકીખોર, ૨. ચંદાનું વૅકેશન, ૩. એક અરસા પછી, ૪. સવા ત્રણની બસ, ૫. સૌભાગ્યવતી, ૬. ઉપર કશું છે?, ૭. શનિરવિ, ૮. એકાંત, ૯. અનમોલ રતન, ૧૦. કજોડું, ૧૧. કબૂલાતની કોટડી, ૧૨. અનુબંધ.) વાર્તાસંગ્રહ અર્પણ કર્યો છે જાણીતા વાર્તાકાર મધુ રાયને અને એની પ્રસ્તાવના લખવામાં આવી છે જાણીતા ફિલ્મ લેખક (પીકે, મુન્નાભાઈ એમ. બી. બી. એસ) અભિજાત જોશી દ્વારા. નોંધ તો અહીંથી જ શરૂ થાય છે. પ્રસ્તાવના પુસ્તક માટે દ્વારરૂપ બનવી જોઈએ... પણ અહીં લખવા ખાતર લખવામાં આવી હોય એવું લાગ્યા વગર રહેતું નથી. પ્રસ્તાવનાકારને ‘ઉપર કશું નથી’ નામની વાર્તા ગમી છે પણ ખરેખર આ નામની કોઈ વાર્તા આ સંગ્રહમાં છે જ નહીં પણ ‘ઉપર કશું છે’ નામની વાર્તા છે. પ્રૂફની ભૂલ કહેવી કે શેની? આવી પ્રૂફની બીજી પણ ભૂલો આ સંગ્રહમાં હાજર છે. વાર્તા અંગે વાત કરતા પહેલાં વાર્તા અંગે વાર્તાકારના કેટલાક મતો નોંધવા આવશ્યક છે. | કુલ બાર જેટલી વાર્તાઓનો સમાવેશ આ સંગ્રહમાં થયો છે (૧. ડૂબકીખોર, ૨. ચંદાનું વૅકેશન, ૩. એક અરસા પછી, ૪. સવા ત્રણની બસ, ૫. સૌભાગ્યવતી, ૬. ઉપર કશું છે?, ૭. શનિરવિ, ૮. એકાંત, ૯. અનમોલ રતન, ૧૦. કજોડું, ૧૧. કબૂલાતની કોટડી, ૧૨. અનુબંધ.) વાર્તાસંગ્રહ અર્પણ કર્યો છે જાણીતા વાર્તાકાર મધુ રાયને અને એની પ્રસ્તાવના લખવામાં આવી છે જાણીતા ફિલ્મ લેખક (પીકે, મુન્નાભાઈ એમ. બી. બી. એસ) અભિજાત જોશી દ્વારા. નોંધ તો અહીંથી જ શરૂ થાય છે. પ્રસ્તાવના પુસ્તક માટે દ્વારરૂપ બનવી જોઈએ... પણ અહીં લખવા ખાતર લખવામાં આવી હોય એવું લાગ્યા વગર રહેતું નથી. પ્રસ્તાવનાકારને ‘ઉપર કશું નથી’ નામની વાર્તા ગમી છે પણ ખરેખર આ નામની કોઈ વાર્તા આ સંગ્રહમાં છે જ નહીં પણ ‘ઉપર કશું છે’ નામની વાર્તા છે. પ્રૂફની ભૂલ કહેવી કે શેની? આવી પ્રૂફની બીજી પણ ભૂલો આ સંગ્રહમાં હાજર છે. વાર્તા અંગે વાત કરતા પહેલાં વાર્તા અંગે વાર્તાકારના કેટલાક મતો નોંધવા આવશ્યક છે. | ||
{{Poem2Close}} | |||
* વાર્તાકારે મોપાસાં, સ્ટેફાનઝ્વીગ, એન્તોન ચેખોવ અને ટાગોર વગેરે વાર્તાકારો પાસેથી વાર્તાકલા શીખી છે. અને તેઓ માને છે કે પ્લોટ, થીમ કે વર્ણનોમાં ક્યાંક ગમતા વાર્તાકારની અસર ઝીલાઈ જ જાય. | * વાર્તાકારે મોપાસાં, સ્ટેફાનઝ્વીગ, એન્તોન ચેખોવ અને ટાગોર વગેરે વાર્તાકારો પાસેથી વાર્તાકલા શીખી છે. અને તેઓ માને છે કે પ્લોટ, થીમ કે વર્ણનોમાં ક્યાંક ગમતા વાર્તાકારની અસર ઝીલાઈ જ જાય. | ||
* આવાં મોટાં નામો ટાંક્યા પછી તેઓ સ્પષ્ટતા કરે છે કે તેઓ ક્લાસિકલ લેખક નથી. પછી કહે છે કે પોતે પોપ્યુલર લખનાર પણ નથી. પછી આગળ ફરી કહે છે કે માત્ર વિવેચકો વખાણે એવું કૉમ્પ્લેક્સિટીવાળું, અટપટું કે મુશ્કેલ પણ લખી શકતો નથી. ‘કૉમ્પ્લેક્સિટીવાળું’ જ વખણાય છે એવા મત સાથે લેખક હજી દૂરના ભૂતકાળમાં હોય એવું લાગે છે. | * આવાં મોટાં નામો ટાંક્યા પછી તેઓ સ્પષ્ટતા કરે છે કે તેઓ ક્લાસિકલ લેખક નથી. પછી કહે છે કે પોતે પોપ્યુલર લખનાર પણ નથી. પછી આગળ ફરી કહે છે કે માત્ર વિવેચકો વખાણે એવું કૉમ્પ્લેક્સિટીવાળું, અટપટું કે મુશ્કેલ પણ લખી શકતો નથી. ‘કૉમ્પ્લેક્સિટીવાળું’ જ વખણાય છે એવા મત સાથે લેખક હજી દૂરના ભૂતકાળમાં હોય એવું લાગે છે. | ||
* વાર્તા શા માટે લખું છું? પ્રશ્નના જવાબમાં તેઓ કહે છે, “આપણી આસપાસથી અલપઝલપ પસાર થઈ જતાં દૃશ્યોમાં, ક્ષણોમાં, પરિસ્થિતિમાં, પાત્રોમાં, ભાવપલટાઓમાં મનોમન થોભીએ તો એક વિશ્વ દેખાય. વર્તમાનથી છેડો ફાડીને હું એ મુકામો પર રોકાયો છું અને પછી મારી કલ્પનાસૃષ્ટિએ એ વિશ્વને ઝીલીને જે વિશ્વ રચ્યું છે, એ મારી વાર્તાઓ છે.” અને અંતે “સારો લેખક દરેક વાર્તાની અંદર આખો સંસાર સમાવવાની કોશિશ કરતો હોય છે.” (પ્રસ્તાવના : લેખકની વાત) | * વાર્તા શા માટે લખું છું? પ્રશ્નના જવાબમાં તેઓ કહે છે, “આપણી આસપાસથી અલપઝલપ પસાર થઈ જતાં દૃશ્યોમાં, ક્ષણોમાં, પરિસ્થિતિમાં, પાત્રોમાં, ભાવપલટાઓમાં મનોમન થોભીએ તો એક વિશ્વ દેખાય. વર્તમાનથી છેડો ફાડીને હું એ મુકામો પર રોકાયો છું અને પછી મારી કલ્પનાસૃષ્ટિએ એ વિશ્વને ઝીલીને જે વિશ્વ રચ્યું છે, એ મારી વાર્તાઓ છે.” અને અંતે “સારો લેખક દરેક વાર્તાની અંદર આખો સંસાર સમાવવાની કોશિશ કરતો હોય છે.” (પ્રસ્તાવના : લેખકની વાત) | ||
{{Poem2Open}} | |||
આમ, ટૂંકી વાર્તા અને એમાં સંસાર જેવું વ્યાપક પરિમાણ ગોઠવવા જતાં સ્વરૂપ સાથેનું ખેંચતાણ અને અનુભવાતી બરડતા આ સંગ્રહની વાર્તાઓમાં તરત દેખાઈ આવે છે. ‘ડૂબકીખોર’ અને ‘અનુબંધ’ વિશેષપણે લાંબી ટૂંકી વાર્તા કહી શકાય એવી છે જ્યારે ‘ચંદાનું વૅકેશન’, ‘એક અરસા પછી’, ‘ઉપર કશું છે’, ‘અનમોલ રતન’ વાર્તામાં પણ લંબાણ છે. વાર્તા નિરૂપણની બે પરંપરા Showing અને Tellingમાંથી આ વાર્તાકારની વાર્તાઓમાં મુખ્યત્વે Telling પર વિશેષ ભાર મુકાયો છે. આગળ ઉદાહરણ સાથે જોઈએ કે ઘણી જગ્યાએ Overtelling પ્રવેશી જાય છે. | આમ, ટૂંકી વાર્તા અને એમાં સંસાર જેવું વ્યાપક પરિમાણ ગોઠવવા જતાં સ્વરૂપ સાથેનું ખેંચતાણ અને અનુભવાતી બરડતા આ સંગ્રહની વાર્તાઓમાં તરત દેખાઈ આવે છે. ‘ડૂબકીખોર’ અને ‘અનુબંધ’ વિશેષપણે લાંબી ટૂંકી વાર્તા કહી શકાય એવી છે જ્યારે ‘ચંદાનું વૅકેશન’, ‘એક અરસા પછી’, ‘ઉપર કશું છે’, ‘અનમોલ રતન’ વાર્તામાં પણ લંબાણ છે. વાર્તા નિરૂપણની બે પરંપરા Showing અને Tellingમાંથી આ વાર્તાકારની વાર્તાઓમાં મુખ્યત્વે Telling પર વિશેષ ભાર મુકાયો છે. આગળ ઉદાહરણ સાથે જોઈએ કે ઘણી જગ્યાએ Overtelling પ્રવેશી જાય છે. | ||
આ વાર્તાઓમાં ઊડીને આંખે વળગે એવું કોઈ ઘટકતત્ત્વ હોય તો તે વાર્તાનાં પાત્રો. અને ખાસ કરીને નારી અને એમાંય માતાનાં પાત્રો. બકુલા ઘાસવાલા પણ આ જ બાબતને કંઈક આ રીતે નોંધે છે, ‘ડૂબકીખોર’ની અસલામતી અનુભવતી મા લખમી, ‘ચંદાનું વૅકેશન’માં સેક્સ વર્કર તરીકે કાર્યરત ચંદા, ‘સવા ત્રણની બસમાં, દીકરાની રાહમાં માનસિક રીતે અસ્વસ્થ થઈ ગયેલી મા, ‘ઉપર કશું છે?’માં પ્રગટતી શ્રદ્ધાવંત મા, ‘શનિરવિ’માં દિવ્યાંગ બાળક માટે સમર્પિત મા, ‘અનમોલ રતન’માં દીકરા માટે દીકરીઓ પ્રત્યે દુર્લક્ષ રાખતી છતાં છેવટે દીકરીઓ માટે કૂણો ભાવ રાખતી મા અમિતા, ‘કજોડું’માં નર્મદા અને ‘અનુબંધ’માં દીકરી માટે થઈને જીવનવહેણને ગતિશીલ રાખતી અમોલા સહિત માતાઓનું વિવિધ સ્વરૂપ અહીં ઉજાગર થયું છે.” આમ, મોટાભાગની વાર્તાઓ પાત્રપ્રધાન હોય એવું કહી શકીએ છીએ. | આ વાર્તાઓમાં ઊડીને આંખે વળગે એવું કોઈ ઘટકતત્ત્વ હોય તો તે વાર્તાનાં પાત્રો. અને ખાસ કરીને નારી અને એમાંય માતાનાં પાત્રો. બકુલા ઘાસવાલા પણ આ જ બાબતને કંઈક આ રીતે નોંધે છે, ‘ડૂબકીખોર’ની અસલામતી અનુભવતી મા લખમી, ‘ચંદાનું વૅકેશન’માં સેક્સ વર્કર તરીકે કાર્યરત ચંદા, ‘સવા ત્રણની બસમાં, દીકરાની રાહમાં માનસિક રીતે અસ્વસ્થ થઈ ગયેલી મા, ‘ઉપર કશું છે?’માં પ્રગટતી શ્રદ્ધાવંત મા, ‘શનિરવિ’માં દિવ્યાંગ બાળક માટે સમર્પિત મા, ‘અનમોલ રતન’માં દીકરા માટે દીકરીઓ પ્રત્યે દુર્લક્ષ રાખતી છતાં છેવટે દીકરીઓ માટે કૂણો ભાવ રાખતી મા અમિતા, ‘કજોડું’માં નર્મદા અને ‘અનુબંધ’માં દીકરી માટે થઈને જીવનવહેણને ગતિશીલ રાખતી અમોલા સહિત માતાઓનું વિવિધ સ્વરૂપ અહીં ઉજાગર થયું છે.” આમ, મોટાભાગની વાર્તાઓ પાત્રપ્રધાન હોય એવું કહી શકીએ છીએ. | ||