ગુજરાતી ટૂંકી વાર્તાનો ઇતિહાસ : વહેણો અને વળાંકો/રઈશ મનીઆર: Difference between revisions

no edit summary
(+1)
 
No edit summary
Line 5: Line 5:
{{Poem2Open}}
{{Poem2Open}}
ડૉ. રઈશ મનીઆર, મૂળે મનોવિજ્ઞાન સાથે જોડાયેલ આ સાહિત્યકાર, સાહિત્યનાં અનેક ક્ષેત્રોમાં પોતાની કલમને કસોટીએ ચડાવી ચૂક્યા છે. ૧૯મી ઓગસ્ટ, ૧૯૬૬ના રોજ વલસાડના કિલ્લાપારડીમાં જન્મ અને પછી સુરતને કર્મભૂમિ બનાવી. આ બંને જગ્યાઓની નિશાની એમના સાહિત્યમાં છૂપી રહી શકી નથી. ગઝલ એમની પહેલી ઓળખ. ‘કાફિયાનગર’ (૧૯૮૯), ‘શબ્દ મારા સ્વભાવમાં જ નથી’ (૧૯૯૮), ‘આમ લખવું કરાવે અલખની સફર’ (૨૦૧૨) વગેરે... કાવ્યસંગ્રહો. ‘ગઝલ : રૂપ અને રંગ’ અને ‘ગઝલનું છંદોવિધાન’ જેવાં ગઝલશાસ્ત્રનાં પુસ્તકો. હાસ્યના ક્ષેત્રે નિબંધો અને હઝલ જેવા કાવ્યસ્વરૂપથી પ્રદાન નોંધાવી ચૂક્યા છે. જાણીતા ગુજરાતી કવિ મરીઝ પરનું એમનું પુસ્તક ઘણું જાણીતું બન્યું. ગદ્યક્ષેત્રે પહેલાં ‘લવ યૂ લાવણ્યા’ નામની નવલકથા અને હવે ટૂંકીવાર્તાનો સંગ્રહ ‘ડૂબકીખોર’ તેમની પાસેથી મળે છે. નાટકના રસિયાઓના કાને આ નામ વારંવાર પડ્યું છે. ‘સાત સમંદર સૌની’, ‘અંતિમ અપરાધ’, ‘અનોખો કરાર’ અને ‘ચંદાનું વૅકેશન’ જેવાં ૧૮ જેટલાં નાટકો તેઓ લખી ચૂક્યા છે. આ સિવાય અનુવાદક્ષેત્રે એમનું કામ ઘણું નોંધપાત્ર રહ્યું છે. જાવેદ અખ્તર – તરકશ (૨૦૦૫), સાહિર લુધ્યાનવી – આવો કે સ્વપ્ન વણીએ કોઈ (૨૦૦૬), ગુલઝાર – બંધ કાચની પેલે પાર (૨૦૧૧), કૈફી આઝમી –  કેટલીક કવિતાઓ (૨૦૦૨) આ એમનું અનુવાદ કાર્ય છે. આમ, હમણાં સુધી સાહિત્યક્ષેત્રે નોંધપાત્ર પ્રદાન માટે એમને શયદા ઍવૉર્ડ (૨૦૦૧), નર્મદ સુવર્ણચંદ્રક (૨૦૧૨) અને નાટક માટે પણ સંજીવકુમાર નાટ્યસ્પર્ધા અને ચિત્રલેખા નાટ્યસ્પર્ધા માટે બેસ્ટ રાઇટરનો ઍવૉર્ડ વગેરે અનેક ઍવૉર્ડ મળી ચૂક્યા છે. આમ, અનેક ક્ષેત્રોમાં સફળ દેખાતા આ સાહિત્યકાર વાર્તાકાર તરીકે કમાલ કરી શક્યા છે કે નહીં તે હવે એમના ‘ડૂબકીખોર’ વાર્તાસંગ્રહમાં ડૂબકી લગાવ્યા પછી જ જાણી શકીએ.

[[File:Dubakikhor by Raish Maniyar - Book Cover.jp|200px|left]]   
[[File:Dubakikhor by Raish Maniyar - Book Cover.jpg|200px|left]]   
કુલ બાર જેટલી વાર્તાઓનો સમાવેશ આ સંગ્રહમાં થયો છે (૧. ડૂબકીખોર, ૨. ચંદાનું વૅકેશન, ૩. એક અરસા પછી, ૪. સવા ત્રણની બસ, ૫. સૌભાગ્યવતી, ૬. ઉપર કશું છે?, ૭. શનિરવિ, ૮. એકાંત, ૯. અનમોલ રતન, ૧૦. કજોડું, ૧૧. કબૂલાતની કોટડી, ૧૨. અનુબંધ.) વાર્તાસંગ્રહ અર્પણ કર્યો છે જાણીતા વાર્તાકાર મધુ રાયને અને એની પ્રસ્તાવના લખવામાં આવી છે જાણીતા ફિલ્મ લેખક (પીકે, મુન્નાભાઈ એમ. બી. બી. એસ) અભિજાત જોશી દ્વારા. નોંધ તો અહીંથી જ શરૂ થાય છે. પ્રસ્તાવના પુસ્તક માટે દ્વારરૂપ બનવી જોઈએ... પણ અહીં લખવા ખાતર લખવામાં આવી હોય એવું લાગ્યા વગર રહેતું નથી. પ્રસ્તાવનાકારને ‘ઉપર કશું નથી’ નામની વાર્તા ગમી છે પણ ખરેખર આ નામની કોઈ વાર્તા આ સંગ્રહમાં છે જ નહીં પણ ‘ઉપર કશું છે’ નામની વાર્તા છે. પ્રૂફની ભૂલ કહેવી કે શેની? આવી પ્રૂફની બીજી પણ ભૂલો આ સંગ્રહમાં હાજર છે. વાર્તા અંગે વાત કરતા પહેલાં વાર્તા અંગે વાર્તાકારના કેટલાક મતો નોંધવા આવશ્યક છે.

* વાર્તાકારે મોપાસાં, સ્ટેફાનઝ્‌વીગ, એન્તોન ચેખોવ અને ટાગોર વગેરે વાર્તાકારો પાસેથી વાર્તાકલા શીખી છે. અને તેઓ માને છે કે પ્લોટ, થીમ કે વર્ણનોમાં ક્યાંક ગમતા વાર્તાકારની અસર ઝીલાઈ જ જાય.  