માણસાઈના દીવા/પહેલી હવા: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
 
(4 intermediate revisions by the same user not shown)
Line 14: Line 14:
“તારે ઠીક પડે તેમ કરજે. પણ મુખીનો ત્રાસ હવે સહ્યો જતો નથી, હો બાબરિયા!”

એટલું કહી મા ગઈ. પેટલાદની લૉકપમાં શાંતિ છવાઈ ગઈ, અને ગાયકવાડી ગામ કણિયાના પાટીદારને ઘેરથી ઓરી કરી પકડાયેલો ‘ભગત' તુરંગમાં બેઠો બેઠો ભજનની ટૂંકો ધીરે ધીરે ગણગણતો રહ્યો :

કાયા મેલી ના જાયેં, મારા હંસલા!
{{Poem2Close}}
કાયા મેલી ના જાયેં હે હાં-જી-હાં.
<Poem>
'''કાયા મેલી ના જાયેં, મારા હંસલા!'''
'''કાયા મેલી ના જાયેં હે હાં-જી-હાં.'''
</Poem>
{{Poem2Open}}
વળતે દિવસે હોળીનું પર્વ હતું. સાંજે ગામ-ભાગોળે હુતાશની પ્રગટાઈ તે ટાણે પેટલાદથી ત્રણ ગાઉ દૂર ગોરેલ ગામના પાટણવાડિયા વાસને એક ઘેરે ઉંબરામાંથી અવાજ સાંભળ્યો : “કાં, મા, શેવો તૈયાર છેને? ઝટ લાવ – ખઈ લઉં — પોલીસ મારી પાછળ જ છે.”

મા હેતા શેવનું મિષ્ટાન્ન રાંધીને જ બેઠી હતી. “આવ્યો ભગત!" એમ કહીને એણે ઠામમાં ઝટ ઝટ પીરસેલી શેવ લુશ લુશ ખાઈને એ જુવાન ધારિયું લઈ, કમ્મરે છરી બાંધી બહાર નીકળી ગયો, સાંજે પાંચ વાગ્યે એ પેટલાદની તુરંગમાંથી નાઠો હતો.

Line 119: Line 123:
ભાઈ કહે : “શા સારુ ના કરાવું? જરૂર કરાવું.”

“તો લાવો ને; મારે ભગતનાં દર્શન કરવાં છે.”

‘ભગત' ઉર્ફે બાબર દેવા, જે ખેડા જિલ્લો છોડી, મહી નદી પાર કરી હમણાં ભરૂચ જિલ્લામાં ઊતર્યો હતો, તેને પોતાને ‘ઘેર પગલાં કરાવવા'ના ઈંતેજાર આ પણ એક પાટીદાર હતા. ભરૂચ જિલ્લાના પાદરા તાલુકાના માસર ગામના એક આગેવાન હતા. એમનું ઘર મેડીદાર હતું, અને ‘ભગત'ની પોતાને ઘેર પધરામણી કરાવવાની જેની કને આ આગેવાને અરજ ગુજારી તે ભાઈ પાટણવાડિયા હતા. એ અને એનો ભાઈ – બેઉ પાદરા તાલુકા ખાતે ‘ભગત'ના ભાઈબંધો હતા ‘ભગત'ની સાથે ફરતા, ‘ભગત'ને સંતાડતા, ખવરાવતા, પિવરાવતા.

એક રાત્રીએ આ ભાઈબંધે બાબરને જલાલપુરના પેલા આગેવાન પાટિદારને આંગણે આણીને પગલાં કરાવ્યાં. મકાન ઉપર મેડો હતો. મેડા પર પાટલે બેસારીને આગેવાને ‘ભગત'ને ભોજન કરાવ્યું. ને પછી સંતૃપ્ત પરોણાને પોતે અરજ કરી : “મારું એક કામ કરી આલો, ભગત?”

“હોવે, કરી આલું.” બંદૂકધારી બાબરે કૃપા બતાવી.

Line 201: Line 205:
“હેઠ, મારા હાળા નામર્દ!" ડાભલો બહારવટિયો તે વખતે બોલી ઊઠ્યો : “આપણે પારકાંનાં ખૂન કરતા'તા તે દા'ડે શું ન'તી ખબર કે એક દન આપણે ચડવાનું જ છે! ખબર તો હતી, તે છતાં આજ રડવા બેઠો છે!”

પણ એવા મહેણાની ચાનક બાબર દેવાને ચડી નહીં. એ તો ઢગલો થઈને ધરતી પર બેસી ગયો.

એને પકડી, ઊંચકી, ફાંસીનું દોરડું બળજબરીથી ગળામાં ઘાલીને લટકાવવો પડ્યો.[૧]
એને પકડી, ઊંચકી, ફાંસીનું દોરડું બળજબરીથી ગળામાં ઘાલીને લટકાવવો પડ્યો.<ref> ખેડા અને ભરૂચ જિલ્લામાં ૧૯૧૮થી ‘૨૪ સુધી ચાલેલા આ ભયાનક બહારવટાની કથા રવિશંકર મહારાજે કહેલી વાતોમાંથી તારવી છે. કેટલાંક પાત્રો (જીવતાં તેમ જ મૂએલાં)નાં તેમ જ સ્થળોનાં નામ મેં પડતાં મૂક્યાં છે. — લેખક.</ref>
{{Poem2Close}}
{{Poem2Close}}

૧. ખેડા અને ભરૂચ જિલ્લામાં ૧૯૧૮થી ‘૨૪ સુધી ચાલેલા આ ભયાનક બહારવટાની કથા રવિશંકર મહારાજે કહેલી વાતોમાંથી તારવી છે. કેટલાંક પાત્રો (જીવતાં તેમ જ મૂએલાં)નાં તેમ જ સ્થળોનાં નામ મેં પડતાં મૂક્યાં છે. — લેખક.
 
<br>
{{HeaderNav2
|previous = બાબર દેવા
|next = ૧. કાળજું બળે છે
}}
 
--------------------------------------------------------
26,604

edits