મર્મર/વિરહીની ખેવના


વિરહીની ખેવના

તુંથી દૂર પડેલો હું, એટલું જ ચહીશ કે
રહું એવો, મળ્યે જેથી ફરી, તું ઓળખી શકે.