મર્મર/ભૂલા પડ્યા!
ભૂલા પડ્યા![1]
ભૂલા પડ્યા રે ભાઈ ભૂલા પડ્યા!
રસ્તા બાંધીને અમે ભૂલા પડ્યા!
વ્હેતાં ઝરણાંને જડે સરિતાની દિશ ને
સરિતાને સાગરનો મારગ જડે;
ઊડીને આવતાં માળામાં સાંજરે
પંખી આકાશમાં ન ભૂલાં પડે.
જીવન સરિતાને હોય આરત જો સિન્ધુની
એને ન પંથ કોઈ ચીંધવા પડે;
આતમ પંખીને હોય આરત જો નીડની
એને ઊડતાં ન કોઈ બાધા નડે.
આરતને પંથ એક, શોધ્યું જડે.
ભૂલા પડ્યા રે ભાઈ ભૂલા પડ્યા!
રસ્તા બાંધીને અમે ભૂલા પડ્યા!
- ↑ Where roads are made, I lose my way' એ ટાગોરની પંક્તિ પરથી સ્ફુરેલું.
Lua error: Cannot create process: proc_open(/dev/null): Failed to open stream: Operation not permitted