મંગલમ્/મારા આંગણામાં
મારા આંગણામાં
મારા આંગણામાં નાચે છે મોર,
મોરને પૂછે ઢેલ ઢેલને પૂછે મો૨,
કોણ આવ્યો’તો ચોર!
નામ શું એનું? કામ શું એનું?
ક્યાંનો એ રહેવાસી?
છેલ છોગાળી પાઘડી પહેરી,
હાથમાં એને મો૨લી શોભે,
હે…એ તો આવ્યો’તો નંદનો કિશોર કે…
માખણચોર…કોણ૦
હે…એની કાયા છે પાતળી ઉપર પીળી પીતાંબરી,
પગમાં છે ઝાંઝરી ને ખભે છે લાકડી
એને કહેતાં સૌ નટવો નઠોર…
માખણચોર…કોણ૦