મંગલમ્/બા મને કહોને

બા મને કહોને

બા મને કહોને, આમ કેમ થાતું હશે?
ડાળીએ ડાળીએ ખીલે રંગ ફૂલડાં
ખીલી ખીલીને કરમાય રે,
આમ કેમ થાતું હશે?
અંધારી રાત બને દૂધ જેવી ઊજળી
ઓલ્યો ચાંદલિયો નાનો મોટો થાય રે…આમ૦
આકાશે આવતી કાળી કાળી વાદળી
ઓલી વીજળી ચમકીને ચાલી જાય રે…આમ૦
ઘૂઘવતા સાગરનાં નીર ઊંચાં ઊછળી
એ તો નીચાં આવે ને પાછાં જાય રે…આમ૦