મંગલમ્/ફાગણ આયો રે

ફાગણ આયો રે



ફાગણ આયો રે

ફાગણ આયો ફાગણ આયો ફાગણ આયો રે,
ઋતુઓ કેરો રાજન આયો ફાગણ આયો રે.

વસંત ક્યાં છે, કોનાં કૂજન?
ક્યાં દીઠાં ભમરાનાં ગુંજન?
રસઘેલાંનાં કૌમુદી કૂજન
કોઈ ન લાયો રે, સળગતો ફાગણ આયો રે.

ક્યાં ફૂલવાડી કોયલડી ક્યાં?
કૂએ નવાણે પાણી ખૂટ્યાં
માએ રડતાં બાળક મૂક્યાં
સ્નેહ સુકાયો રે, ભયંકર ફાગણ આયો રે.

પ્રભુ મંદિરિયે પુષ્પ હિંડોળા
દ્વાર ઊભાં ક્ષુભિતોનાં ટોળાં
હૂ હૂ શોર કરે વંટોળા
નટવ૨ નાચ્યો રે, ધગધગતો ફાગણ આયો રે.

થૈ થૈ થૈ થૈ લઈ કર તાળી
નવ નાચે ગોપી મતવાલી
તાંડવ નાચ્યો રે, મહાનલ ફાગણ આયો રે.