મંગલમ્/પતંગિયાં રૂપાળાં

પતંગિયાં રૂપાળાં


Error in widget Audio: unable to write file /var/www/clients/client1/web6/web/extensions/Widgets/compiled_templates/wrt69b13bb71bc1c8_88674911


પતંગિયાં રૂપાળાં


પતંગિયાં રૂપાળાં
અમે પતંગિયાં રૂપાળાં
પચરંગી પાંખોવાળાં…અમે૦

અમે ફૂલ ફૂલ પર મોહ્યાં,
અમે અમી અંતરો ખોલ્યાં,
એમાં ભાન અમારાં ખોયાં…અમે૦

પેલાં કરણ ચંપો બોલાવે,
એનાં દિલનાં દ્વાર ખોલાવે,
એના હૈયે અમને ઝુલાવે…અમે૦

પેલો પવન નાચતો આવે,
એ તો બંસી કેવો બજાવે,
ફૂલ સંગે અમને ઝુલાવે…અમે૦

અમે ફૂલડાંનાં ગીત ગાયાં,
એણે કેવાં અમીરસ પાયાં,
એની કેમ ભુલાશે માયા…અમે૦