મંગલમ્/ચમ રહીએ

ચમ રહીએ

ચમ રહીએ ગરુ વિના ચમ રહીએ

કૂવાને કાંઠે ચાર સાધુડાં આયા
બુન બુન આલો પોણી… ગરુ

રાસ ના પહોંચે મારો ઘડૂલો ના પહોંચે
ચમ કરી પોણીડાં આલુ… ગરુ…

ચીર સાંધીને મીરે પોણીડાં કાઢ્યાં
લ્યો લ્યો સાધુડિયાં પોંણી… ગરુ…

નૂગરાનાં પોંણી મારે કામ ન આવે
ચમ કરી પોંણીડાં પીએ… ગરુ…

નથી નથી નૂગરા અમે સાધુડાં
પીઓ પીઓ મીઠડાં પોંણી… ગરુ…

સર્વે સંતોને શીરો ને પૂરી
ગરુજીને સેવ સુંવાળી… ગરુ…