મંગલમ્/અરે કોઈ બોલશો ના

બાળગીતો
અરે કોઈ બોલશો ના

અરે કોઈ બોલશો ના, ચાલશો ના,
આમ કે તેમ કોઈ હાલશો ના,
નહિ તો પતંગિયું ઊડી જાશે (૨)
પરી શી પાંખવાળું, હજાર આંખવાળું,
ફૂલોની ગાદી પર જંપીને બેઠેલું;
પીળું પતંગિયું ઊડી જાશે (૨)
અરે કોઈ દોડશો ના, કોઈ દોડશો ના,
મઘમઘતા ફૂલને મોડશો ના.
નહિ તો પતંગિયું ઊડી જાશે (૨)
ફૂલે ફૂલે ભમતું, આનંદથી રમતું,
આનંદથી રમતું, બધાંયને ગમતું,
લીલું પતંગિયું ઊડી જાશે (૨)