બાળ કાવ્ય સંપદા/સૂરજદાદા આવ્યા
સૂરજદાદા આવ્યા
લેખક : ભૂપેન્દ્ર વ્યાસ ‘રંજ'
(1947)
અંધારાનો પડદો ચીરી
સૂરજદાદા આવ્યા.
નભની નાની બારીએથી
સૂરજદાદા આવ્યા.
પૃથ્વી કેરે પગથારેથી
સૂરજદાદા આવ્યા.
ક્ષિતિજની ધારેધારેથી
સૂરજદાદા આવ્યા.
સાગરમાં ડૂબકી મારીને
સૂરજદાદા આવ્યા.
કિરણોની દાઢી વધારી
સૂરજદાદા આવ્યા.
અવનીને નવજીવન દેવા
સૂરજદાદા આવ્યા.