બાળ કાવ્ય સંપદા/સાઇકલ મારી...

સાઇકલ મારી...

અજ્ઞાત

<div class="wst-center tiInherit " Lua error: Cannot create process: proc_open(/dev/null): Failed to open stream: Operation not permitted>

સાઇકલ મારી
સ.....૨.....ર.....૨..... જાય,
ટ્રીન ટ્રીન ટોકરી
વગાડતી જાય,
માજી, માજી !
આઘાં ખસો,
આઘાં ખસો,
નહીં તો તમે ચગદાઈ જશો !
રસ્તામાં છીંકણી
ના સૂંઘાય,
વાતોમાં સાઇકલ
વાગી જાય...
મોટા શેઠ, મોટા શેઠ
આઘા ખસો,
પાઘડી પડશે
તો ગુસ્સે થશો !
ચોપડા ચીતરી
ચાલ્યા બજાર
આઘા ખસીને
કરજો વિચાર...