બાળ કાવ્ય સંપદા/મેઘરાજા રે...!

મેઘરાજા રે...!

લેખક : રવજી ગાબાણી
(1972)

આકાશેથી આવો વરસો
મેઘરાજા રે...!
બુંદે બુંદે આવો વરસો
મેઘરાજા રે...!
વીજળીના ચમકારે વરસો
મેઘરાજા રે...!
મોરલાના ટહુકારે વરસો,
મેઘરાજા રે...!
સાંબેલાની ધારે વરસો,
મેઘરાજા રે...!
નદી સરોવર આરે વરસો,
મેઘરાજા રે...!
વાડી, ખેતર, પાદર વરસો,
મેઘરાજા રે...!
કરવા લીલી ચાદર વરસો,
મેઘરાજા રે...!
પશુ પંખી કાજે વરસો,
મેઘરાજા રે...!
સૌને માટે આજે વરસો,
મેઘરાજા રે...!