બાળ કાવ્ય સંપદા/મારો છે મોર

મારો છે મોર

અજ્ઞાત

મારો છે મોર, મારો છે મોર,
મોતી ચરંતો, મારો છે મોર !
મારી છે ઢેલ, મારી છે ઢેલ,
મોતી ચરંતી, મારી છે ઢેલ !

મારો છે મોર, મારો છે મોર,
માળામાં બેસનાર મારો છે મોર !
મારી છે ઢેલ, મારી છે ઢેલ,
ડાળીમાં બેસનાર મારી છે ઢેલ !

મારો છે મોર, મારો છે મોર,
રાજાનો માનીતો, મારો છે મોર !
મારી છે ઢેલ, મારી છે ઢેલ,
રાણીની માનીતી મારી છે ઢેલ !

બોલે છે મોર, બોલે છે મોર,
સોનાને ટોડલે, બોલે છે મોર !
બોલે છે ઢેલ, બોલે છે ઢેલ,
રૂપાને બારણે, બોલે છે ઢેલ !