બાળ કાવ્ય સંપદા/ડેલીએથી દાદા આવે

ડેલીએથી દાદા આવે

લેખક : હંસાબહેન પાઠક
(1935)

ડેલીએથી દાદા આવે સામે દોડી જાઉં,
લાકડીનો ટેકો આપું ડાહ્યો હું કહેવાઉં.
ઉનાળામાં જમવા બેસે પંખો કેવો નાખું,
શિયાળામાં દાઢી ડગે તો સગડી કરી આપું.
ચોમાસામાં દર્શન જાતાં છત્રી સાથે આપું,
છીંકણીની ડબી સંતાડી શોધાશોધ કરાવું.
મીઠી મીઠી વાર્તા કહે તો ડબ્બી શોધી આપું.