બાળ કાવ્ય સંપદા/આજ પ્રભાતે
આજ પ્રભાતે
લેખક : સુરેશ દલાલ
(1932-2012)
<div class="wst-center tiInherit " Lua error: Cannot create process: proc_open(/dev/null): Failed to open stream: Operation not permitted>
આજ પ્રભાતે વાંસળી વાગી
આંખડી જાગી;
પંખી કૂજે
માવડી ઘરનો ઉંબરો પૂજે !
આજ પ્રભાતે ચાંદલો ડૂબ્યો
સૂરજ ઊગ્યો
ઝાકળભીની
ફૂલકળી લે માલણ વીણી !
આજ પ્રભાતે શમણે ઝૂલ્યો
ભણવું ભૂલ્યો;
નમણી પરી
અબીલ-ગુલાલ વેરતી સરી !
આજ પ્રભાતે કંઠમાં મારા
ગીતની ધારા
ગાઈ લઉં છું
મનફાવે તે સૂરમાં હું તો ન્હાઈ લઉં છું !