ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૧લું/નર્મદાશંકર વલ્લભજી દ્વિવેદી
એઓ જ્ઞાતિએ શ્રીમાળી બ્રાહ્મણ છે. વતની કાઠિયાવાડ, ગોંડલ સંસ્થાનના સરસાઈ ગામના અને ત્યાંજ એમનો જન્મ તા. ૨૬મી ઑકટોબર ૧૮૯૨ના રોજ થયો હતો. એમના પિતાનું પૂરું નામ વલ્લભજી કુંવરજી દ્વિવેદી અને માતાનું નામ રામકુંવર છે. એઓ મેટ્રીક થયલા છે; તે પછી તેઓ પત્રકારના ધંધામાં જોડાયલા છે. હાલમાં આઠ વર્ષથી મુંબાઇમાં જાણીતા અઠવાડિક પત્ર “ગુજરાતી”માં મદદનીશ લેખકનું કામ કરે છે. એમનો અભ્યાસનો પ્રિય વિષય ઇતિહાસ છે અને ફૉર્બસ સભાએ એ કારણે ‘ગુજરાતનાં ઐતિહાસિક સાધન સંગ્રહ’ ભા. ૧, ૨ એડિટ કરવાનું એમને સુપ્રત કર્યું હતું. ‘રાષ્ટ્રીય જીવન’ એ નામની એક નવલકથા મરાઠી પરથી એમણે લખેલી છે, અને ગુજરાતી, બે ઘડી મોજ, હિન્દુસ્તાન, વગેરે પત્રોમાં તેઓ અવારનવાર ટુંકી વાર્તાઓ, નવલકથા, ડીટેકટીવ વાર્તા વગેરે લખતા રહે છે.
<div class="wst-center tiInherit " Lua error: Cannot create process: proc_open(/dev/null): Failed to open stream: Operation not permitted> એમના ગ્રંથોની યાદીઃ
રાષ્ટ્રીય જીવન સન ૧૯૨૭
ગુજરાતનાં ઐતિહાસિક સાધનો ભા. ૧, ૨ સન ૧૯૨૮