કાવ્ય-આચમન શ્રેણી – હરિશ્ચન્દ્ર ભટ્ટ/ઉરદોલ

૨૯. ઉરદોલ

જાણ્યા ન મુગ્ધ ઉરભાવ, ન પંથ પૂછ્યો,
યાત્રી અમે રખડતા વનમાં, જનોમાં;
પ્રસ્થાનને વરસ કૈંક વીત્યાં, હવે તો
ભૂલ્યા અમે પૂજનઅર્ચનના વિધિઓ.

યાત્રા કરી જીવનતીર્થની એક માર્ગે,
ભાથું લઈ તપનું, મંદિરમાંહી આવી
બાળ્યો બધો ધૂપ અમે સુખદુઃખનો ત્યાં;
યાત્રી હવે જગતમાં ધુમરેખ જેવાં.

(‘સ્વપ્નપ્રયાણ’, પૃ. ૧૨૦)