કાવ્ય-આચમન શ્રેણી – રઘુવીર ચૌધરી/ઝાડના છાંયે
ઝાડના છાંયે
ઊભેલો આ માણસ
મૂળ કાપશે?
*
નદીમાં બાવળ ઊગ્યા છે
કિનારો પડખું ફરવામાં છે.
શંખપુષ્પીનાં ફૂલો પાસે
સાપની કાંચળી તૂટું તૂટું થવામાં છે.
સાપ સામે કાંઠે ગયા નથી,
એ તો નદીનો પ્રવાહ છે.
*
મારી વાટમાં આવતા
દરેક વૃક્ષને ઓળખું
એ પહેલાં હું એમને ચાહવા લાગેલો.
તું આ જ કેડીએ આવી હતી ને?
૧૯૯૬
<div class="wst-center tiInherit " Lua error: Cannot create process: proc_open(/dev/null): Failed to open stream: Operation not permitted> (ફૂટપાથ અને શેઢો, પૃ. ૮૮)