ઉશનસ્
કોક રસિયા હોઠની જાણે મરડ, શી રેખ ઊગી ચંદ્રની બાંકી બરડ! કોર કાઢી પાતળી રેખામય બ્હાર આવે ગર્ભ કો તેજોમય! આકાશને ઈંડે પડી ઝીણી તરડ! ૨૮-૧૧-૫૪
(સમસ્ત કવિતા, પૃ. ૧૯૮)