અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/સુરેશ દલાલ/કાંટાની ભૂલ

કાંટાની ભૂલ

સુરેશ દલાલ

નજરુંના કાંટાની ભૂલ મારા વ્હાલમા;
વીંધે હૈયું ને તોય ફૂલ મારા વ્હાલમા!

રાતનો અંધાર મને લાગે છે ઊજળો,
તારો તે સંગ : ઊને પ્હોર જાણે પીપળો;
વેણુના વ્હેણ માંહી ડૂલ મારા વ્હાલમા;
વીંધે હૈયું ને તોય ફૂલ મારા વ્હાલમા!

એકલીને આંહીં બધું લાગે અળખામણું,
તારે તે રંગ, ભલા ટહુકે સોહામણું;
તું જે કહે તે કબૂલ મારા વ્હાલમા;
વીંધે હૈયું ને તોય ફૂલ મારા વ્હાલમા!



Error in widget Audio: unable to write file /var/www/clients/client1/web6/web/extensions/Widgets/compiled_templates/wrt69accd411c3ec9_68433851


સુરેશ દલાલ • નજરુંના કાંટાની ભૂલ મારા વ્હાલમા • સ્વરનિયોજન: ક્ષેમુ દિવેટિયા • સ્વર: વિભા દેસાઇ