અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/નિરંજન ભગત/ઘડીક સંગ

ઘડીક સંગ

નિરંજન ભગત

         કાળની કેડીએ ઘડીક સંગ,
         રે ભાઈ, આપણો ઘડીક સંગ;
આતમને તોય જનમોજનમ લાગી જશે એનો રંગ!

         ધરતીઆંગણ માનવીના આ ઘડીક મિલનવેળા,
         વાટમાં વચ્ચે ક્યારેક નકી આવશે વિદાયવેળા!
         તો કેમ કરીનેય કાળ ભૂલે ના એમ ભમીશું ભેળા!
હૈયાનો હિમાળો ગાળી ગાળીને વહશું હેતની ગંગ!

         પગલે પગલે પાવક જાગે ત્યાં ઝરશું નેનની ઝારી,
         કંટકપથે સ્મિત વેરીને મ્હોરશું ફૂલની ક્યારી;
         એકબીજાને જીતશું, રે ભાઈ, જાતને જાશું હારી!
ક્યાંય ન માય રે એટલો આજ તો ઉરને થાય ઉમંગ!

(છંદોલય, પૃ. ૫૫)



Error in widget Audio: unable to write file /var/www/clients/client1/web6/web/extensions/Widgets/compiled_templates/wrt69af2b1401eed1_36186996


નિરંજન ભગત • કાળની કેડીએ ઘડીક સંગ, રે ભાઈ, આપણો ઘડીક સંગ • સ્વરનિયોજન: અમર ભટ્ટ • સ્વર: અમર ભટ્ટ


Error in widget Audio: unable to write file /var/www/clients/client1/web6/web/extensions/Widgets/compiled_templates/wrt69af2b14033323_26136032


નિરંજન ભગત • કાળની કેડીએ ઘડીક સંગ, રે ભાઈ, આપણો ઘડીક સંગ • સ્વરનિયોજન: હરિશ્ચંદ્ર જોશી • સ્વર: શ્યામલ સૌમિલ