મૂળે, રમણલાલ જોશી દ્વારા સંપાદિત 'ગુજરાતી ગ્રંથકાર શ્રેણી'ના ૪૩માં મણકા સ્વરૂપે પ્રગટ થયેલ આ પુસ્તિકા યુગવર્તી સર્જક સુરેશ જોશીની કવિતા, નિબંધ, લઘુનવલ, ટૂંકી વાર્તા, વિવેચન અને અનુવાદ-સંપાદન પ્રવૃત્તિઓનું મૂલ્યાંકન કરે છે.
સુરેશ જોશીની સર્જકતાને વ્યાપકપણે સ્પર્શતા લાખાણોમાં
સુરેશ જોશીના કથાસાહિત્યમાં પડેલા માર્મિક અંશોને તે સૂક્ષ્મતાથી રજૂ કરે છે.
સમ્યક દ્રષ્ટિવાળો, તટસ્થ અને તાર્કિક મૂલ્યાંકન,
સુરેશ જોશી વિશેની સરળ અને સ્પષ્ટ વિવેચના કરીને તેમજ કેટલાક આગવાં નિરીક્ષણો આપીને લેખકે આ અભ્યાસને સુગ્રાહ્ય અને નોંધપાત્ર બનાવ્યો છે.
તેમની કલાદ્રષ્ટિ અને સર્જનવિભાવના સમજવા માટે
સુરેશ જોશીના જીવન અને સર્જનનું એક સર્વગ્રાહી ચિત્ર ઉત્કીર્ણ કરી આપતો આ મૉનોગ્રાફ સુરેશ જોશીના અભ્યાસીઓ અને સાહિત્યના વિદ્યાર્થીઓ માટે ઉપયોગી પાથેય પૂરું પાડશે.