મંગલમ્/રંગ રસિયા…
રંગ રસિયા…
રંગ રસિયા હો રંગ રસિયા
રમવા આવો આજ રે રંગ રસિયા…હો…
સંગ મળ્યા માણ્યા ને નિત હૈડે હસિયા…રમવા૦
મારે તે દરબારે ઢાળ્યા ઢોલિયા,
કંઈ ઢોલિયા કંઈ ઢોળ્યા ચોપાટ;
બાંધ્યા ઝૂલ્યા હિંડોળા-ખાટ
ફૂલ સુંવાળી સેજે રેશમ સાજ રે,
રાત રહો ના હોલિયા (૨)
સુખના જાણે બારે મેહ વરસિયા…હો…રમવા૦
ઢોલીડા તેડાવો ઝાંઝર બાંધીશું ને,
ચાલશું ચમકતી ચાલ;
એને ઠમક દેશું તાલ (૨)
મીઠી વાગે મોરલી ઝાંઝ પખાજ રે,
બેઉ ગણા બેઉ ગણા;
બેઉ ગાણાં ગાઈશું, રાસે રમીશું
રાધા કાનજી વ્રજ વસિયાં (૨) હો…રમવા૦