મંગલમ્/મારા બાપુની ડેલીએ
મારા બાપુની ડેલીએ
મારા બાપુની ડેલીએ જઈ,
ગરબે ઘૂમશું તાળી દઈ.
બ્રાહ્મણ સવારમાં મોદકના તાનમાં,
શેરીએ શેરીએ જઈ…
સ્વસ્તિ કલ્યાણ કરી, ઝોળીમાં ટપ દઈ,
નાખશું પંચભાગ લઈ…મારા૦
વેપારી વાણિયો, મામો ને ભાણિયો,
બેસે બજારે જઈ…
બોલમાં મારે, તોલમાં મારે,
ડાહી ડાહી વાતો કહી…મારા૦
વેજાં વેતરીએ ને ચોળિયું સીવીએ,
ગામનાં લૂગડાં લઈ…
કાતરથી કચ કચ, કાપીએ ખચ ખચ,
એમ કરી ડગલી થઈ…મારા૦
ગોવાળ ગામનો ગાયો ચરાવતો,
તળાવની પાળે જઈ…
ઢોર હંકારતો ને ગીતો લલકારતો,
ખાઈને છાશ ને દહીં…મારા૦