મંગલમ્/ઝીલ રે ઝીલ
ઝીલ રે ઝીલ
ઝીલ રે ઝીલ સંગીતના ઊર્મિસૂર ઝીલ રે ઝીલ.
કુસુમ પાંદડીએ, આંબાની ડાળીએ
ભમરા કોકિલના સંગીત સુણાય હાં
હાં… સંગીત સુણાય (૨)
સંગીતના ઊર્મિસૂર ઝીલ રે ઝીલ.
ચાંદનીના તેજમાં, સાગરની સેજમાં,
માછીડા ઉરનાં ફૂલડાં ફોરાય હાં
હાં… દૂર દૂર પમરાય (૨)
સંગીતના ઊર્મિસૂર ઝીલ રે ઝીલ.
અંતરના તાપને, ભૂલી ભૂતકાળને,
કલ્પના રંગીન નવા રાસો રચાય હાં
હાં… સ્મિતડાં રેલાવ (૨)
સંગીતના ઊર્મિસૂર ઝીલ રે ઝીલ.
— વિબુધ મહેતા