ઉદયન ઠક્કરનાં ઉત્તમ કાવ્યો/કઈ તરકીબથી
◼
Error in widget Audio: unable to write file /var/www/clients/client1/web6/web/extensions/Widgets/compiled_templates/wrt697ce5f45dccb4_43031301
કઈ તરકીબથી... • ઉદયન ઠક્કરનાં ઉત્તમ કાવ્યો • ઑડિયો પઠન: શૈલેશ
◼
કઈ તરકીબથી પથ્થરની કેદ તોડી છે?
કૂંપળની પાસે કોઈ કુમળી હથોડી છે?
તમારે સાંજને સામે કિનારે જાવું હો
તો વાતચીતની હલ્લેસાંવાળી હોડી છે
સમસ્ત સૃષ્ટિ રજતની બન્યાનો દાવો છે
હું માનતો નથી : આ ચંદ્ર તો ગપોડી છે!
ગઝલ કે ગીતને એ વારાફરતી પ્હેરે છે
કવિની પાસે શું વસ્ત્રોની બે જ જોડી છે?