અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/હસિત બૂચ/નિરંતર
નિરંતર
હસિત બૂચ
એક નિરંતર લગન;
અમે રસ પાયા કરિયેં!
એકબીજામાં મગન :
અમે બસ ગાયા કરિયેં!
કોઈ ચાંગળું લિયે, પવાલું
કુંભ ભરે, જો રાજી!
કોઈ કરે છો ને મુખ આડું,
ને ઇતરાજી ઝાઝી!
છાંય હોય કે અગન :
અમે રસ પાયા કરિયેં!
સફર મહીં હો ઉજ્જડ વગડો,
કે નગરો ઝળહળતાં,
યાળ ઉછાળે ખારો દરિયો,
કે ઝરણાં ખળખળતાં,
હવે મુઠ્ઠીમાં ગગન!
અમે બસ ગાયા કરિયેં!
(નિરંતર, ૧૯૭૩, પૃ. ૩)
Error in widget Audio: unable to write file /var/www/clients/client1/web6/web/extensions/Widgets/compiled_templates/wrt697ce67802cb00_21974154
હસિત બૂચ • એક નિરંતર લગન; અમે રસ પાયા કરિયેં! • સ્વરનિયોજન: અમર ભટ્ટ • સ્વર: અમર ભટ્ટ