અનેકએક/વિવર્ત
<div class="wst-center tiInherit " Lua error: Cannot create process: proc_open(): Unable to create pipe Too many open files> વિવર્ત
૧
સ્યાહીસિક્ત કલમ
સરે
પીંછું
દર્પણમાં
કાળા ગુલાબ પર
પતંગિયાનાં બિંબ
વહી જાય
સરકતાં જળ
પથ્થરો વચ્ચે
વરાળ
ઘાસ ફરફર અગનફોરાં
રાતુંઘૂમ આકાશ
ઢળતું ઢોળાતું વરસે
અક્ષરો
ઝીણા ઝાંખા
ઝિલાય કાગળ પર
ઝિલાય ઝરી જાય ઝાકળબુંદ
પવન
ઊઘડે ઉઘાડે બુદ્... બુદ...
ખડિયે ધુમ્મસ
ઝળૂંબે
સોનેરી રેખ
વીખરાય
વિલાય
૨
પ્હાડ
થયો વરાળ વાયુ વાદળ
જળ થયું પીંછાં
પંખી પથ્થર
ઝાડ ઊખડ્યાં ઊડ્યાં
પવન ઝાકળ
અગ્નિ
સળવળ્યો ઊછળ્યો વહ્યો પથ્થરોમાં, રહ્યો
અવાક્
સમુદ્રતળ ખસ્યાં
જળ જળમાં દવ થયાં
પવન ભળ્યો રવ થયા
સૂર્ય
ઝમ્યા ઝર્યા નેત્રમાં
ગાત્ર બન્યાં લોહનાં
મોહનાં પડળ ખસ્યાં
આભમાં મેહ વસ્યા
દેહમાં દેવ
તેજમાં તત્ત્વ
શૂન્યમાં શબ્દ
થળ હતાં તે જળ થયાં
તટ થયા તળ
અકળ ન રહ્યાં અકળ
સરળ થયા સળ
પળ થઈ નિષ્પળ