મર્મર/ચરણઠેસથી

Revision as of 02:20, 16 May 2025 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


ચરણઠેસથી

ચરણઠેસથી જડ શલ્યાની બની સજીવ અહલ્યા;
આલિંગનથી બન્યાં અંગ સહુ કુબ્જાનાં ઘાટીલાં;
હે સુંદર ગોવિંદ!
તુજ સ્પરશે આ પંક વિષે શું નહીં પ્રગટે અરવિંદ?