પ્રિયજનની પગલીઓ
પ્રિયજનની પગલીઓ
જાણે વનફૂલની ઢગલીઓ!
એનાં દરશનથી દિલ અવનવ
ધરે રંગ ને રૂપ;
એને સ્મરણપરાગે લોટે
મનનો મુગ્ધ મધુપ;
મ્હેકે અંતરગલીઓ. —પ્રિય.
પલપલ કાલ પ્રતિ વહી જાતી
જીવન જમના ઘા ટે;
વિરહાકુલ અંતરની સૂની
વૃંદાવનની વાટે
જાણે મોહન મળીઓ! —પ્રિય.