બાળ કાવ્ય સંપદા/ભૌ-ભૌ વિશે

Revision as of 17:55, 9 April 2025 by Meghdhanu (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|ભૌ-ભૌ વિશે|લેખક : ઉદયન ઠક્કર<br>(1955)}} {{Block center|<poem> મૂછ ઊગેલા ડામર જેવું લાગે છે, આ કૂતરું તો ઉંદર જેવું લાગે છે. પેટ જુઓ તો ડાબે-જમણે લબડે છે, ફૂસ થયેલા ટાયર જેવું લાગે છે. મોઢું એનું સાવ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
ભૌ-ભૌ વિશે

લેખક : ઉદયન ઠક્કર
(1955)

મૂછ ઊગેલા ડામર જેવું લાગે છે,
આ કૂતરું તો ઉંદર જેવું લાગે છે.

પેટ જુઓ તો ડાબે-જમણે લબડે છે,
ફૂસ થયેલા ટાયર જેવું લાગે છે.

મોઢું એનું સાવ બગાસા જેવું છે,
ચોળાયેલી ચાદર જેવું લાગે છે.

કૂતરાજીએ કોટ ઊલટો પહેર્યો છે,
કપડું ક્યાં છે ? અસ્તર જેવું લાગે છે.

બધાં કૂતરાં ખૂબ શોખથી સૂંઘે છે,
પૂંછડી પાસે અત્તર જેવું લાગે છે.

તમે કહો છો રોડનો ચોકીદાર છે, પણ
આમ જુઓ તો જોકર જેવું લાગે છે.