મારી હકીકત/તા. ૨૯મી
Revision as of 01:59, 16 March 2025 by Atulraval (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading| તા. ૨૯મી | }} {{Poem2Open}} એ રોટલી કરતી ને હું જમતો, સુ0 પાસે હતી ને તેની સાથે વાત કરતી હતી કે આવતી વખત કાકીએ મારી ગાંસડી છોડેલી (મારી ગેરહાજરીમાં) ને મને પુછેલું કે આમાં શું છે? મેં કહ્ય...")
તા. ૨૯મી
એ રોટલી કરતી ને હું જમતો, સુ0 પાસે હતી ને તેની સાથે વાત કરતી હતી કે આવતી વખત કાકીએ મારી ગાંસડી છોડેલી (મારી ગેરહાજરીમાં) ને મને પુછેલું કે આમાં શું છે? મેં કહ્યું છોડી નથી. એ તો કોઈનું છે. ત્યારે કહે કે કંઈ ગંધ આવે છે. એકવાર એ પાછી કાકાકાકી વાત કરતા હતા કે સાળાનો વાંક તો નહિ. છોકરીને ટેવ તો ભુંડી છે. એને કબજામાં રાખી ઠેકાણે આણવાને આપણે ત્યાં મોકલી પણ એણે તહોમત મુકીને મોકલી એટલું ખોટું કીધું.
એ જ વાત ડા0એ બીજે દહાડે રાતે કહેલી તેમાં સાબુ બાબત તે બોલેલી કે તારા વરને ધર્મ ઉપર પાછી ભક્તિ થઈ ત્યારે સાબુ કેમ વપરાવે છે? ત્યારે મેં કહેલું કે તે તો ના જ કહે છે પણ હું જ વાપરું છું.
તા. ૨૮ મીએ પ્રાયશ્ચિત્ત લીધા પછી એનું બોલવું મારી પરોક્ષમાં આ પ્રમાણે હતું –
‘મેં કંઈ મારા મનથી કીધું નથી. સેલ કરી આવ્યાં વગેરે.’