રામચન્દ્ર પટેલની કવિતા/દુકાળ

Revision as of 01:35, 10 March 2025 by Meghdhanu (talk | contribs) (+૧)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
દુકાળ

સામે
સુમસામ ઊભાં બુઠ્ઠા ઝાડ,
પહાડ, ઉઘાડા હાડ,
પથરા પથરા પડ્યા ખખડિયાં નારિયેળ!
નદી તો
કોક આદિવાસી કન્યાનું હાડખોખું.
આંખો ફાડીને
ઊભી દિશાઓ;
વેળુ લઈને વાયરો ઊડે...
આભ,
છાબ ભરીભરીને નાખે અંગારા,
બળે પર્ણપીછાં,
વીંઝાય જટાયુ શો સીમવગડો.
અહીં કોઈ!
અગ્નિમુખો
અડખેપડખે ફરે...?
પ્હેરો ભરે...
સૂર્યના હાથમાં આપીને ધારિયું!