૪૪
પરમાત્મા,
મારી બધી યોજનાઓ અને ઉદ્દેશો
મારી બધી ઇચ્છાઓ અને આશાઓ
હું છોડી દઉં છું.
અને મારા જીવન વિશે
તમારી જે ઇચ્છા હોય
તે સ્વીકારું છું.
હું મારી જાતને અર્પું છું
મારું જીવન
મારું બધું જ
તમને સમર્પું છું
સદૈવ તમારી બની રહેવા માટે.
મને તમારા પવિત્ર પ્રાણથી ભરી દો
અને તેના પર મહોર મારી દો.
તમે ઇચ્છો તેમ મારો ઉપયોગ કરો
ઇચ્છો ત્યાં મને મોકલો
ગમે તે મૂલ્યે, તમારી સમગ્ર ઇચ્છા, મારા જીવનમાં કાર્યાન્વિત કરો
અત્યારે અને હંમેશ માટે.
બેટી સ્કોટ સ્ટેમ