૪૧
મારે તમ સિવાય બીજો કોઈ મદદગાર નથી,
બીજો કોઈ પિતા નથી, બીજો કોઈ સહારો નથી.
હું તમને પ્રાર્થું છું,
કેવળ તમે જ મને મદદ કરી શકો છો.
મારી અત્યારની દુર્દશા અતિ ઘણી છે
હતાશા મને ઘેરી વળે છે
મારી મતિ કામ કરતી નથી
ઊંડાણમાં હું ખૂંપી ગયો છું
અને મારી મેળે હું બહાર આવી શકું તેમ નથી.
તમારી એમ ઇચ્છા હોય,
તો આ દુર્દશામાંથી બહાર નીકળવામાં મને મદદ કરો.
મને ભાન થવા દો, કે
બધી વિપત્તિઓ કરતાં
બધા શત્રુઓ કરતાં
તમે વધારે શક્તિમાન છો.
ઓ પ્રભુ, હું આમાંથી બહાર નીકળું તો,
મારો એ અનુભવ,
મારા અને મારા બંધુના કલ્યાણનો કારક બનો.
મને તમે છોડી નહિ દો
એટલું હું જાણું છું.
અજ્ઞાત