મા
લેખક : કિરીટ ગોસ્વામી
(1975)
<div class="wst-center tiInherit " Lua error: Cannot create process: proc_open(/dev/null): Failed to open stream: Operation not permitted>
મા વ્હાલ કેટલું કરતી !
દરિયો લાગે નાનો,
એનાં વ્હાલની એવી ભરતી !
મા વ્હાલ કેટલું કરતી...
માના ખોળે લપાઈને હું ભૂલું સઘળો ભાર !
માની વાતોમાં છે જાણે બધી વાતનો સાર !
આંખ ખૂલી કે બંધ,
નજરમાં છબી રહે તરવરતી !
મા વ્હાલ કેટલું કરતી...
સહુનાં સુખને કાજ ઘસાતી ચંદન જેવી કાય...
એને દેખી હું રાજી, એ મને જોઈ હરખાય...
પરમેશ્વરથી પહેલાં કાયમ,
મા જ મને સાંભરતી !
મા વ્હાલ કેટલું કરતી...