દઈશ
લેખક : નટવર પટેલ
(1950)
આંગણિયે મારા જો ચકલી રે આવશે,
એને ઉડાડી ના દઈશ.
ચીં ચીં ચીં કરતી થેકડા એ મારશે,
ચોખાના દાણા હું દઈશ.
આંગણિયે મારા જો મોરલો રે આવશે,
એને ઉડાડી ના દઈશ.
કળા કરતો એ તો ડોક હલાવશે,
જુવારના દાણા હું દઈશ.
આંગણિયે મારા જો ડાઘિયો રે આવશે,
એને તગેડી ના દઈશ.
હાઉ... વાઉ કરતો પૂંછડી પટાવશે,
રોટલાના ટુકડા હું દઈશ.
આંગણિયે મારા જો ભિખારી આવશે,
એને તગેડી ના દઈશ.
લંબાવી હાથ એ ખાવાનું માંગશે,
રોટલી ને શાક હું દઈશ.