બાળ કાવ્ય સંપદા/મજાની કોયલડી

Revision as of 03:14, 24 February 2025 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
મજાની કોયલડી !

લેખક : ગોવિંદ દરજી ‘દેવાશું'
(1950)

ગીત મજાનાં ગાય,
સાંભળી મન રાજી થાય...મજાની કોયલડી !
એ રંગે છે કાળી કાળી,
પણ છે કેવી એ નિરાળી...મજાની કોયલડી !
ડાળે ડાળે એ ફરતી જાય,
સુણતા સૌ લોકો હરખાય...મજાની કોયલડી !
અને વસંત વહાલી લાગે,
શરમાતી દૂર દૂર ભાગે...મજાની કોયલડી !
એ તો રંગે ના ઓળખાય,
બસ, અવાજે એ પરખાય...મજાની કોયલડી !