બાળ કાવ્ય સંપદા/કે વરસાદ

Revision as of 01:16, 21 February 2025 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
કે વરસાદ

લેખક : ભૂપેન્દ્ર વ્યાસ ‘રંજ'
(1947)

તડકામાં વરસે વરસાદ,
કે વરસાદ તડકીલો.
અંધારે વરસે વરસાદ,
કે વરસાદ અંધારિયો.

ઝળહળઝળ વરસે વરસાદ,
કે વરસાદ ઝળહળિયો.
કડભડગડ વરસે વરસાદ,
કે વરસાદ કડભડિયો.

ધોધમાર વરસે વરસાદ,
કે વરસાદ ધોધમારિયો.
ઝરમરઝર વરસે વરસાદ,
કે વરસાદ ઝરમરિયો.