મંગલમ્/ઓ પંખીડા

Revision as of 01:55, 19 February 2025 by Meghdhanu (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
ઓ પંખીડા



ઓ પંખીડા

ઓ… પંખીડા… તારા બંધ પડ્યા (૨)
શાને ટહુકાર? …ઓ પંખીડા૦

શાને દેખાય આજ સૂનો તારો માળો,
પેલી પાર ઊડી ઊડી પંખીડાંની હારો;
એમાં ક્યાં છે તારો (૨)
મનડાનો હાર? …ઓ પંખીડા૦

જો જો દેખાય પેલાં હરિયાળાં મેદાનો,
એમાં પેલાં પંખી રૂડાં કરે કેવો ચારો;
એમાં આવી તું (૨)
સાથ પુરાવ. …ઓ પંખીડા૦

બેઠાં બેઠાં ઓ પંખી નહીં આવે આરો,
શોધ્યા વિના મળે ના કોઈને સથવારો;
એમાં શોધી લે તું (૨)
તારો ભરથાર. …ઓ પંખીડા૦