બાળ કાવ્ય સંપદા/હરણું (૨)
હરણું
લેખક : રશીદ મુનશી
(1939)
<div class="wst-center tiInherit " Lua error: Cannot create process: proc_open(/dev/null): Failed to open stream: Operation not permitted>
કુદરતનું નાજુક નમણું,
નજરાણુ છે હરણું !
વન-વગડાનું રૂમઝૂમતું,
ઘરેણું છે હરણું !
લોભામણી કાયાથી શોભે,
સોનલવરણું છે હરણું !
અણિયાળી આંખો ને શિંગો,
સોહામણું છે હરણું !
ડુંગરટોચે થનગન થનગન,
મનગમતું છે હરણું !