બાળ કાવ્ય સંપદા/કરશું

Revision as of 02:11, 17 February 2025 by Meghdhanu (talk | contribs) (+૧)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
કરશું

લેખક : ચંદ્રકાન્ત શેઠ
(1938-2024)

<div class="wst-center tiInherit " Lua error: Cannot create process: proc_open(): Unable to create pipe Too many open files>

ઊંચા ઊંચા ડુંગર ચડશું,
ઊંડી ઊંડી ખીણ ઊતરશું,
વ્હેતાં જળમાં ન્હાશું તરશું,
પવન જોઈને વ્યોમ વિહરશું.

હરિયાળીમાં હરશું ફરશું,
પંખી સાથે કલરવ કરશું,
મીઠા તડકે અમે મલકશું,
ચાંદરણાએ ખૂબ છલકશું.

રેશમિયા રેતીમાં ઢળશું,
મોજાંને મસ્તીથી મળશું,
વાદળ સાથે વાતે વળશું,
વીજભરી આંખે ઝળહળશું.

મામાને ઘર દીવા કરશું,
ખોળે મમ્મીના નીંદરશું,
દાદા સાથે ફરવા જાશું,
ખાશું-પીશું ગીતો ગાશું.