બાળ કાવ્ય સંપદા/બહેન

Revision as of 02:14, 14 February 2025 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
બહેન

લેખક : સોમાભાઈ ભાવસાર
(1911-1984)

<div class="wst-center tiInherit " Lua error: Cannot create process: proc_open(/dev/null): Failed to open stream: Operation not permitted>

લાલ ને પીળી, વાદળી લીલી,
કેસરી વળી, જામલી વળી,
રંગબેરંગી ઓઢણી લઉં,
બહેન મારીને ઓઢવા દઉં !

ચંપા, બકુલ, બોરસલી ફૂલ,
માલતી અને મોગરાનાં ફૂલ,
બાગમાંથી હું ચૂંટી જાઉં,
બહેનને વેણી ગૂંથવા દઉં !

સોનીએ ઘડ્યા, રૂપલે મઢ્યા,
નાના નાના ઘૂઘરા ઝીણા,
એવાં બે ઝાંઝરિયાં લઉં,
બહેન મારીને પહેરવા દઉં !

ઓઢણી તમે ઓઢજો બહેની,
ઝાંઝર પગે પહેરજો બહેની,
વેણી માથે બાંધજો બહેની,
છુમ છુમાછુમ, રૂમ ઝુમાઝૂમ,
દિલ ભરી ભરી, બાગમાં ફરી,
સાંજરે ઘરે આવજો બહેન,
ભાઈને સાથે લાવજો બહેન.