બાળ કાવ્ય સંપદા/પહેલવહેલી

Revision as of 01:58, 13 February 2025 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
પ્હેલવ્હેલી

લેખક : સુન્દરમ્
(1908-1991)

<div class="wst-center tiInherit " Lua error: Cannot create process: proc_open(/dev/null): Failed to open stream: Operation not permitted>

હાં રે પ્હેલવ્હેલી રે,
કોઈ કહેશો કે તારલાની ટોળી રે,
કોણે આકાશે રમવા મેલી રે, પ્હેલવ્હેલી,
રે પ્હેલવ્હેલી.
કોઈ કહેશો કે ગેબમાંથી કાઢી રે,
કોણે ધરતી દીધી અહીં ઠેલી રે, પ્હેલવ્હેલી.
રે પ્હેલવ્હેલી.

હાં રે પ્હેલવ્હેલી રે,
કોઈ કહેશો કે ધરતીને ખોળે રે,
કોણે નદીઓને વ્હેતી મેલી રે, પ્હેલવ્હેલી,
રે પ્હેલવ્હેલી.
કોઈ કહેશો કે સાતે સાગરને રે,
કોણે આવીને પાળ આ બાંધેલી રે, પ્હેલવ્હેલી,
રે પ્હેલવ્હેલી.

હાં રે પ્હેલવ્હેલી રે,
કોઈ કહેશો કે કોકિલને કંઠે રે,
કોણે સંતાઈ સૂરરેલ રેલી રે, પ્હેલવ્હેલી,
રે પ્લેલવ્હેલી.
પેલા ઘેલા ચકોર તણા ચિત્તે રે,
કોણે ચંદરની પ્રીતડી ભરેલી રે, પ્હેલવ્હેલી,
રે પ્હેલવ્હેલી.

હાં રે પ્હેલવ્હેલી રે,
નાનાં બાળકાંને માત સામું જોઈ રે,
કોણે હસવાની વાત શીખવેલી રે, પ્હેલવ્હેલી,
રે પ્હેલવ્હેલી.
કોઈ કહેશો શહીદ તણે હૈયે રે,
કોણે કુરબાનીને કોતરેલી રે, પ્હેલવ્હેલી,
રે પ્હેલવ્હેલી.