મંગલમ્/મારું વતન

Revision as of 02:43, 29 January 2025 by Meghdhanu (talk | contribs)
મારું વતન

મારું વતન આ મારું વતન હાં,
વ્હાલું વ્હાલું મને મારું વતન હાં.
જેની માટીની મારી કાયા ઘડેલી
તેને કરું હું કોટિ કોટિ નમન હાં…વ્હાલું૦
રાણા પ્રતાપ ને શિવાજી શૂરવીર,
મારા વતનનાં એ મોંઘાં રતન હાં…વ્હાલું૦
લાલ અને બાલ વળી દાદા ને દાસજી,
જેણે સમર્પ્યાં છે સારાં જીવન હાં…વ્હાલું૦
ગાંધી બાપુને હૈયે વસ્યું જે,
સંસારસાર ને જીવનધન હાં…વ્હાલું૦
વ્હાલા વતનની બેડીને તોડવા,
હોંશે ઓવારું હું તન મન ધન હાં…વ્હાલું૦