એક જ અરમાન
<div class="wst-center tiInherit " Lua error: Cannot create process: proc_open(): Unable to create pipe Too many open files>
એક જ અરમાન છે મને, મારું જીવન સુગંધી બને
ફૂલડું બનું કે ભલે ધૂપસળી થાઉં,
આશા છે સામગ્રી પૂજાની થાઉં.
ભલે કાયા આ રાખ થઈ જલે. મારું જીવન…
તડકા છાયા ભલે વર્ષાના વાયા,
તોયે કુસુમો કદી ના કરમાયા;
ઘા ખીલતાં ખીલતાં એ અમે. મારું જીવન…
વાતાવરણમાં સુગંધ ન સમાતી,
જેમ જેમ સુખડ ઓરસિયે ઘસાતું;
પ્રભુ કાજે ઘસાવું ગમે. મારું જીવન…
જગની ખારાશ બધી ઉરમાં સમાવે,
તોયે સાગર મીઠી વર્ષા વરસાવે,
ભલે ભરતી ને ઓટમાં રમે. મારું જીવન…
ગૌરવ મહાન છે પ્રભુ તારું એવું,
ના જગમાં કામ કોઈ એથી અદકેરું,
પ્રભુ હાર્યે ઘસાવું ગમે. મારું જીવન…
એક જ અરમાન છે મને…