મંગલમ્/તારાં સ્વજન તને

Revision as of 14:39, 28 January 2025 by Meghdhanu (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
તારાં સ્વજન તને

તારાં સ્વજન તને જાય મૂકી તો
તેથી કાંઈ ચિંતા કર્યે ચાલશે ના…
તારી આશા લતા પડશે તૂટી
ફૂલે ફલે એ ફાલશે ના. …તેથી કાંઈ૦

મારગે તિમિર ઘોર ઘેરાશે
એટલે શું તું અટકી જાશે?
વારંવારે ચેતવે દીવો,
ખેર, જો દીવો ચેતશે ના. …તેથી૦

સુણી તારા મુખની વાણી
વીંટળાશે વનવનનાં પ્રાણી
તોય પોતાના ઘરમાં તારે
પહાણનાં હૈયાં ગળશે ના. …તેથી૦

બારણાં સામે બંધ મળે
એટલે પાછો આમ શું વળે?
વારંવારે ઠેલવાં પડે
બારણાં તોયે ખૂલશે ના. …તેથી૦

— રવીન્દ્રનાથ ટાગોર