તારી આશાની છાંયે
તારી આશાને છાંયે જે કોઈ બેસે,
તેને હરિ તું સંભાળજે રે! …તારી.
આકરા ઉનાળાની વેળુના તાપને,
શિયાળુ ગીત તું ગવડાવજે રે! …તારી.
પાંખોમાં પાંખ મૂકી ઊડંતી વાદળીમાં,
વીજળીને તું ચમકાવજે રે …તારી.
થાકેલી નદીઓ કેરાં નીંદરતાં નીરને,
અધરાતે તું ઝબકાવજે રે
મધરાતે તું ઝબકાવજે રે …તારી.
આંખલડી બંધ છતાં અજવાળું શોધવા,
લાકડી બનીને બાપુ, તું આવજે રે …તારી.
— ઇન્દુલાલ ગાંધી